Gujarati Quote in Poem by No name

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

••••••• વેદના •••••••

વેદનાનાં આંસુઓ આંખથી ખરતાં રહ્યાં;
વદન રાખી હસતું દિલથી બળતાં રહ્યાં.

વરસતાં વરસાદમાં અમે અગન સમ બળતાં રહ્યાં;
પ્રેમ ભરી મુસ્કાન માટે અધરો તરસતાં રહ્યાં.

વાત વાતમાં ખોટાં એ વાયદા કરતાં રહ્યાં;
અહમને પોષતાં રહ્યાં ને "આશ"ને શોશતાં રહ્યાં.

કોણ જાણે કેમ અમને વેદના એ આપતાં રહ્યા;
"આશ"ની આંખો રડેને કાયમ એ હસતા રહ્યા.

શંકા કરીને સંબંધોમાં સમાધાન અમથું શોધતા રહ્યા;
ધિક્કાર છે તુજ વિશ્વાસને ખોટું અમે સહેતાં રહ્યાં.

નથી કોઈ વિશેષ મુજને જનેતાથી તું એ જાણજે;
સોગંદ પણ સાચાં હતાં ને  સાચી હતી અમ ભાવના.

હ્દયનાં બારણેથી આમ તમને જ નિહારતાં રહ્યાં;
લાઘવ છે એક તમથી જ આશના હર એક અહેસાસમાં....

-આશ

Gujarati Poem by No name : 111400823
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now