તે પળની નજાકત એવી હતી કે શબ્દો ઓગળી ગયા.
તે આવજો કહીને ગયા ને અમે બસ દેખતા રહી ગયા.
એવું ન હતું કે કહેવું ન હતું ને ન શબ્દોની અછત હતી.
નાની એક આશા હતી પણ કદાચ તે શબ્દો ગળી ગયા.
ગયા એવા કે પાછા ન ફર્યા અમે રાહ દેખતા રહી ગયા.
મળે તો કોઈ કહેજો કે અમે હવે દૂનિયા છોડી ને ગયા.
#વિશ્વ