તારું વિશ્વ
મારું વિશ્વ
આપણું વિશ્વ એક છે!
કોરોના ના ભરડામાં
આખું વિશ્વ એક છે!
હર એક પોતાની શક્તિ
અનુસાર અનુદાન આપે છે.
કોઈ રૂપિયા,કોઈ અનાજ
કોઈ દવા તો કોઈ શ્રમ
દાન આપે છે.
ગૃહ વિભાગ,સ્વાસ્થ્ય વિભાગ
હર કોઈ વિશ્વમાંથી કોરોના
ને નાબૂદ કરવાની મથામણ કરે છે.
વિશ્વમાં જ્યાં ગામ હોય ત્યાં
ઉકરડા હોય જ અનિલ,
એ ભૂલી ને યથા યોગ્ય
દાન કર.
અનિલ ભટ્ટ
#વિશ્વ