#વિશ્વ
વિશ્વ
ચક્ર ગતિમાન કરી પ્રભુએ સર્જન કર્યુ તે વિશ્વનું..લોકોને જોડી દીધા સમય સાથે..સમયને પણ બે કાંટા બતાવતા સાથે જોડ્યો પણ ત્રીજો કાંટો તે પળ નો..ને પળ પળ ઝડપથી વિતતી ગઈને વિશ્વ નાનું નાનું થતું ગયું.
વિશાળ વિશ્વ આજે એવા મોડ પર આવી પહોંચ્યું છે કે ચીજ,વસ્તુંઓ કે સાધન સામગ્રી સાથે સાથે માનવી જોડાતો ગયો.કુત્રિમતા વધતી ગઈ.*હું *વિશ્વમાં નામ કમાઉની પ્રતિસ્પર્ધામાંદેશ ......વિદેશનાવૈજ્ઞાનિકો,ખગોળશાસ્ત્રીઓ ,ભૂતળસાસ્ત્રીઓ હોડ માં મૂકાયાને એવી શોધો થવા માંડી કે નાના થયેલા વિશ્વ આખાની જીવનશૈલી ને જિંદગી જ હોડમાં મૂકાય ગઈ છે...
આજે વસુધૈવ કુટુંબકમ્ ને જાણે અજાણે ડર લાગી ગયો છે કે- * વિશ્વનું અસ્તિત્વ રહેશે કે નહિ*??
જયશ્રી પટેલ
૧૭/૪/૨૦૨૦