સિફારા તૈયાર થવામાં વ્યસ્ત હતી. આજે એને જોવા આવવાના હતા. એની મમ્મી એક પછી એક આદેશ છોડતી હતી જેમાં સિફારાને કેવી રીતે બધા સામે વર્તવું અને કેવી રીતે બધા સવાલના જવાબ આપવા એ બધાનો સમાવેશ થતો હતો.
મહેમાન આવી ગયા. સિફારા ચા-નાસ્તો લઈને આવી. છોકરાની મમ્મીએ રસોઈ આવડે, કામકાજ આવડે, લગ્ન પછી નોકરી કરીશ કે નહીં વગેરે જેવા સવાલોનો મારો ચલાવ્યો. મમ્મીની સલાહના લીધે સિફારાને ગુસ્સો આવતો હોવા છતાં બધી વાતના શાંતિથી જવાબ આપ્યા.
આજે સિફારાના લગ્નને પંદર દિવસ થઈ ગયા. એનું વિશ્વ હવે ઘર-પરિવાર અને બધાની ચાકરી કરવા સુધી મર્યાદિત થઈ ગયું. એની મમ્મીએ જેમ એને સલાહ આપી હતી એમ એના માટે હવે એના શ્વાસ કહો કે એનો ધર્મ કહો કે પછી એનું વિશ્વ આ બધું એનું સાસરું જ હતું.
#વિશ્વ