દીકરી તો "માં" નું "વિશ્વ"!!!
જ્યારે પહેલી વાર મારા હાથ માં તને લીધી,
નયન ભીના હતા!!!
જ્યારે પહેલી વાર તે તારી નાજુક આંગળી માં મારા હાથ લીધા,
નયન ભીના હતા !!!!
જ્યારે શાળા માં પહેલી વાર
તને એકલી મૂકી
નયન ભીના હતા!!!
મોટી થતાં તને જોઈ ને એક અનોખા અભિમાન થી
નયન ભીના હતા!!!
એ દિવસ કે જ્યારે તે લગ્ન ના મંગળફેરા ફર્યા ત્યારે હરખ થી
નયન ભીના હતા !!!
તારા સુખની અસી મ પ્રાર્થના કરતા
નયન હંમેશા ભીના રહેતા.....
#વિશ્વ