પ્રેમ,તું મારો પ્રેમ,
બની તું વાદળ ભીંજવે મને;
બની તું ફૂલ મહેકાવે મને,
બની તું ભમરો ગુંજારવ કરે;
તો મારું દિલ બેફામ કેમ ન બને?
બની તું સૂરજ ઉગતો મારી મહી;
તો મારું દિલ પ્રકાશિત કેમ ન બને?
બની ઘંટારવ ગુંજતો તું,
તો મારું દિલ મંદિર કેમ ન બને?
તું આવે ત્યારે પતંગિયા કરે ઊડાઊડ,
તો મારું અંતરવિશ્વ બગીચો કેમ ન બને?
બની લહેરાતો ભરતી ઓટ,
તો મારું દિલ દરિયો કેમ ન બને?
બની ક્યારેક શબ્દ,ક્યારેક વિચાર;
તો દિલ મારું કવિ કેમ ન બને?
તારી છબી અંકિત છે મારી આંખોમાં;
તો મારું દિલ ચિત્રકાર કેમ ન બને?
ક્યારેક સાંજને આવે ખીલવતો;
તો મારા દિલમાં સંધ્યા કેમ ન ખીલે?
પ્રેમ,તું મારો પ્રેમ,
મુજ વિશ્વ તારી ભીતર સમાયું,
તો તારું દિલ મારું કેમ ન બને?
નિમિકા.
#વિશ્વ