#વિશ્વ
કાસ! મારા દોસ્ત ના એ શબ્દો પણ સાચા પળે,
જો તું મને મળે,જો તું મને મળે,
ઉભો હોય હું અજાણ્યા રસ્તે ને તું ત્યાં આવી ચડે,
જો તું મને મળે, જો તું મને મળે,
ધરાઉ ના હું રૂપ તારા જોય ને પછી લગાવું તને ગળે,
જો તું મને મળે, જો તું મને મળે,
આપણીએ મુલાકાત ની કોઈ દી ના સાંજ ઢળે,
જો તું મને મળે, જો તું મને મળે,
મારી અંધારી ખાલી હૃદય ની આ ઝૂંપડીમાં દિવો તારો બળે
જો તું મને મળે, જો તું મને મળે,
આપણાં જેવું આખી દુનિયામાં(વિશ્વમાં)પછી કોને ભળે,
જો તું મને મળે, જો તું મને મળે,
-કાનો