નવરો
લોકો ક્યારેય નહીં હુંધરવાના હે ?
હજુ ય ઘરમાં નહિ બેહવાના હે ?
પાંચ ,પચ્ચીસ ને પોન્ચ હજારે પૂગ્યું,
તોય માનહો નહિ સમજવાના હે ?
મોઈકમાં બોલ બોલ કોટલું કીધું,
તોય લોકો ટોળા નહિ છોડવાના હે ?
બસ લાવ લાવ કાર્યા કોરવાનું ,
ક્યારેય ખપ પૂરતું તો નહિ લેવાનું હે?
આ તમ રખડૂ ની વાંહે તો ...
અમ હારા ને ય ડંડા નહિ ખાવાના હે ?
કઉંસુ કોરોના સ ઈ વાંહે પડ્યો સ,
તારા બાપાએ એને નહીં પુગવાના હે?
તો નવરા બેહી બેહી હૂ કરવું ઈમ !
આ વાહણ કપડા નહીં ધોવાના હે ?
તને lockdown ક્યાં નડવાનું ભૈ,
જેને જિંદગીમાં ઢ' કૈ નહિ કરવાનું હે?
---*---
ગૌરાંગ ત્રિવેદી 'ઢ
ગોંડલ