#જંગલી
ઉગતો આંબો, રાયણ કોસંબો,
જંગલી વાળ નો ભડકો, ભાદરવા મહિના નો તટકો,
સંકેલો તો મુઠી માં સમાય ,
મુઠી ખોલો તો આભ માં ઉડી જાય,
ચાર દિશા ના વા વાય તો ,
ભાંગી ને ભૂકો થઈ જાય,
આવી હામ કામ લોચના .
ભગવાને સાડા ત્રણ દિવસ ની નવરાશ લઇ ને થોડી થોડી માટી માં થી મીણ મીણ પૂતળી બનાવી હોય, એવું બાય નું રૂપ .
(એક રૂપાળી સ્ત્રિ ના ગામઠી ભાષા માં વખાણ)
- કાનો