પણ હું તો તારી સાથે જ રહીશ હંમેશા ..
ક્યારેક તડકો બની ને મળીશ ક્યારેક છાંયડો બની ને
તો ક્યારેક સમય બનીને મળીશ
તારી દરેક ઈચ્છાઓ માં આશા બની ને મળીશ ..
ક્યારેક લાગણી બની ને મળીશ ..
તો ક્યારેક તારી બંધ પાપણ મા સપનું બની ને મળીશ ..
ક્યારેક પવન ની લહેર બની ને મળીશ
તો ક્યારેક તારા શબ્દો બની ને મળીશ
દિવસ આખા ના થાક પછી સાંજ બનીને મળીશ ..
સતત હું તારી અંદર જ જીવીશ ..
એક અવ્યક્ત લાગણી..
#જંગલી