Gujarati Quote in Motivational by david koshiya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેરણા
Thank you CORONA.
થતું હસે ઠેંક્યું કેમ ? પણ કેહવુ પડે એમ જ છે કેમ કે ઘણા બધા સમય પછી આપણને સમય મળ્યો છે કે આપણી જાત સાથે સમય વિતાવવાનો . યાદ કરો એવો પણ એક સમય હતો જ્યારે સવારે ૮ થી સાંજે ૮ સુધી એક મશીન જેવું કામમાં લાગેલા પડ્યા હતા. અને ત્યારે એવું પણ કહેતા કે સાલુ રોબોટ જેવી લાઇફ થઇ ગઇ છે અને આજે એક સમય છે જ્યારે તમે જે ઈચ્છો છો તે તમે કરવા સક્ષમ છો
ખેર
વાત મારે પ્રેરણાની કરવી છે અને એવી પ્રેરણા કે જે સતત તમને પ્રેરિત કરે. પ્રેરિત કરે કંઈક એવું કરવા માટે જેમાં નવો ઉમંગ હોય જેમાં નવો આનંદ હોય જેમાં નવી દિશા હોય જેમાં નવી ઉમ્મીદ હોય.
હિન્દીમાં એક કહેવત છે ને
"પરીંદો કો મિલેગી મંજિલે હંમેશા યે ફયલે હું ઉંકે પર બોલતે હૈ ખામોશ રહે હૈ લોગ અક્સર જમાને મેં જિનકે હુનર બોલતે હૈ"
ખરેખર બહુ સાચી વાત છે આ. શરૂઆતના સમયથી માનવી સતત કંઈકને કંઈક કરવા ઈચ્છે છે કંઈક નવું કરવા મથે છે અને એ કરતો જ આવ્યો છે એ માં કોઈ સંકા નથી.
પણ આજે એ નવું કરવાની મથામણ કરતો કરતો આજે મહામારી નોકરી ચૂક્યો છે પણ એવા સમયે પણ આપણે આપણો સમય કેવી રીતે ઉપયોગમાં લઈ શકીએ એક વિચારવા જેવી બાબત છે
દોસ્તો ઇતિહાસ સાક્ષી છે તમે દરેક લોકોની જીવન કથા વાંચી જુઓ સફળ થનારા દરેક લોકોએ તેમના જીવન નો સમય ખરેખર ખૂબ જ સાચવેલો હતો.
મુશ્કેલી તો કોના જીવનમાં નથી આવતી સમય સારો અને ખરાબ કોના જીવનમાં નથી આવતો પણ એ સમયમાં પણ આપણે કેવી રીતે એની સાથે ડીલ કરીએ છીએ ઈમ્પોર્ટન્ટ છે દરેક વ્યક્તિ જે આજે પોતાની જાતને lockdown કરીને બેઠી છે તેમણે તેમનો સમય કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય અને સારા મૂલ્યો સારા વિચારો ને કઈ રીતે સાચવી શકાય એ વિચારવું જોઈએ .
દોસ્તો હિન્દીમાં એક કહેવત છે kuch log દબાવ મેં તૂટ જાતે હૈ ઔર કુછ લોગોં ઉસી દબાઉ મેં નયે રેકોર્ડ તોડ જાતે હૈ
વિચારવા જેવી બાબત એ છે કે આમાં આપણે ક્યાં છીએ આપણે તૂટી ગયા છીએ કે નવો રેકોર્ડ તોડવા માંગીએ છીએ આવો સાથે મળીને એક નવી શરૂઆત કરીએ એક એવી શરૂઆત જેમાં નવો ઉત્સાહ હોય નવો ઉમંગ હોય કંઈક ક્રિએટિવિટી હોય નવી પ્રેરણા હોય .

Gujarati Motivational by david koshiya : 111399659
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now