Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સિરિયા પર થયેલા મિસાઈલ હુમલાના તાર વિશ્વયુદ્ધ સાથે જોડાયેલા છે . અને યુદ્ધને સીધો ફાયદો અમેરીકા અને યુરોપના દેશને છે . ઘણા સમયથી આરબના અમુક દેશોને અમેરીકા ,યુરોપ અને રસિયાએ યુદ્ધ પરીક્ષણના સાધનોનો અડો બનાવી દીધો છે .

સિરિયા ગૃહયુદ્ધથી તુટી રહ્યું છે . જેનો સીધો લાભ અમેરીકા અને તેના પીઠુ દેશ લઈ રહ્યા છે . આજ ભારતમાં પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે . છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ મુદ્દા પર દેશમા જાતીવાદના નામ પર કે જાતીના ઝંડા નીચે આંદોલન કરવામાં આવે . દેશની સંપત્તિને નિશાન બનાવવામા આવે છે . જમ્મુ થી કન્યાકુમારી સુધી એક કહેવાતો દેશ આજે રાજ્ય રાજ્યમાં , ગામ ગામમા કે શેરી શેરીમાં વહેંચાય ગયો છે .

કાવેરી જળ વિવાદ હોય કે અલગ ધર્મની માંગ હોય . બસ આંદોલન જ કરવાના . ચારસો વરસની યુરોપિસનની ગુલામી અને જાતી અને પક્ષને આધિન રહેલી માનસિકતા પુરા દેશને સિરિયા બનાવી ને જ રહેશે . કોઈને મતલબ નથી અહીં દેશથી પોતાની જાતી કે સમાજને કેમ અન્યાય થયો એ જ મહત્વની વાત છે .

જે લોકોએ એક બનીને આ દેશને આઝાદ કરવા માટે કાર્ય કર્યું તે જ મહાન લોકોને જાતીના આધારે વહેંચી દેવામાં આવ્યા . તેમના અરમાનોના ચિથડા ઉડાવી દેવામાં આવ્યા . પુરી દુનિયાને પ્રકાશ આપતો આ દેશ આજે અંધકારની ઓઠમાં પોતાનું મુખ છુપાવી રહ્યો છે .

ગીતોમાં જ રહી હોય છે આ દેશ “સારે જહાં સે અચ્છા” . વાસ્તવિકતા તો ખુબ દૈન્ય , હ્રદય કપાવતી , ભ્રષ્ટાચાર થી ખદબદતી , નિર્દોશોના રક્તથી રંજિત , ખેડુતોની આત્મહત્યા કરતી ન્યાયપ્રણાલિ છે . આપણે એ કલ્પનાવાદમા જીવી રહ્યા છીએ જ્યા માનવતા અને સભ્યતા મરી ચુકી છે .

નથી મને આ તમામ પ્રત્યે લાગણી અને નથી મારે આ બાબત સાથે કોઈ ગાઢ સંબધ આ તો ફક્ત મારા દિલની આગ ઠારવા લખું છુ . મારો સ્વાર્થ છે એટલે માટે , નહી લખું તો અંદર જલીને ખતમ થઈ જઈશ .


✍️મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111399546
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now