એકવાર જંગલમાં વ્યાપી નવાઈ,
પિંજરા ભરી માણસો કોણ લાવ્યું ભાઈ!!
કોઈ એશિયન તો કોઈ યુરોપિયન,
પિંજરા પર સૌની હિસ્ટ્રી લખાઈ.
બચ્ચું પૂછે હરણીને, " કોણ છે પિંજરામાં ? "
હરણી કહે, " આ તો માણસ નામે કસાઈ. "
"મનભરીને ચિડવશું", વાંદરાએ કહ્યું.
"માંડ માંડ આ સોનેરી તક ઝડપાઈ. "
સિંહ ત્રાડુક્યો, "પશુતા ન ગુમાવશો કોઈ,
દૂરથી જોજો, અડવાની છે મનાઈ. "
" ગામેગામ ઝૂ ખોલ્યાં.. તે.., " ઇશ્વરે કહ્યું,
"પિંજરાની કેદ કેવી લાગે છે, ભાઈ!! "
#જંગલી