સવારની પૂજા પછી કરો તંત્ર શાસ્ત્રનો આ પ્રયોગ, રંકમાંથી બની જશો રાજા
ઘરમાં થતી સવારની પૂજામાં સુગંધિત ફૂલ, અગરબત્તી અને અન્ય દ્રવ્યોનો ઉપયોગ થતો હોય છે. સુગંધિત દ્રવ્યો વાતાવરણને શુદ્ધ અને પવિત્ર બનાવે છે. આ ઉપરાંત ભગવાનને પણ અત્તર ચઢાવવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ અત્તરનો પૂજામાં ઉપયોગ કરવાનો ઉલ્લેખ મળે છે. ત્યારે આજે અત્તરના એક પ્રયોગ વિશે પણ જાણી લો. આ પ્રયોગ સવારની પૂજા પછી કરવાથી વ્યક્તિનું ભાગ્ય રાતોરાત બદલી જાય છે. ધન પ્રાપ્તિ, માન-સન્માનમાં વધારો, નોકરીમાં પ્રગતિ સહિતની તમામ ઈચ્છાઓ આ પ્રયોગથી પૂર્ણ થઈ જાય છે. હવે જાણો કયો છે આ પ્રયોગ અને તેને અમલમાં મુકવાની રીત વિશે.
આ પ્રયોગ શરૂ કરતાં પહેલાં તમારે ગુલાબ અથવા ચંદનનું શુદ્ધ અત્તર લઈ આવવું. આ અત્તરને મંદિરમાં પૂજા સામગ્રી સાથે રાખી દેવું. સવારની પૂજામાં પણ કોઈપણ પ્રકારનો ફેરફાર કરવાની જરૂરિયાત નથી. સવારના સમયે ભગવાનનું ધ્યાન ધરી અને પૂજા કરવી અને ત્યારપછી ભગવાન સમક્ષ રાખેલા અત્તરને આંગળી પર લઈ પોતાની નાભિ પર લગાવી દેવું. આ પ્રયોગ સપ્તાહના કોઈપણ વારથી શરૂ કરી શકાય છે. અત્તરના આ પ્રયોગમાં ગુલાબ અને ચંદનના જ અત્તરનો ઉપયોગ કરવો જોઈએ.