Gujarati Quote in Poem by Hardiksinh Chavda

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોરોનાની ભાઈ આવી કંઈક વાત છે.

મનુષ્યો ઘરની અંદર અને,
અબોલ જીવો બહાર છે,
પ્રકૃતિ હતી પ્રદૂષણયુક્ત ક્યારેક,
તે આજે શુદ્ધ અને સાફ છે,
કોરોનાની ભાઈ આવી કંઈક વાત છે.

અમીર, ગરીબ, અને ધર્મ એ બધી બે નંબરની વાત છે,
આજે તો માત્ર પોલીસ, ડોક્ટર્સ, અને સરકાર પાસે આશ છે,
ક્યારેક ઉઠતાં હતા સવાલો મારા ભારત દેશ ઉપર,
તો આજે હાયડ્રોક્સીક્લોરોક્વિનની કેટલાય દેશોમાં માંગ છે,
એટલે જ તો કહેવું પડે કે મારો ભારત દેશ મહાન છે,
તો સાહેબ કોરોનાની છે ને આવી કંઇક વાત છે.

કેટલાય ને લાગતો હતો મારો દેશ ગંદકી અને ગરીબી વાળો,
તો આજે મોદી સરકારની રણનીતિને લઈ કોરોનાને માત છે,
સવાલો ઉઠ્યા હતા થાળી, તાળી, ને દીવા વાળી વાત ઉપર,
પણ મોટા દેશના નેતાઓને મન નરેન્દ્ર મોદીને સન્માન છે,
તો મિત્રો કોરોનાની કંઇ આવી વાત છે.

જ્યારે મોટા મોટા દેશોમા પરિસ્થિતી કાબૂ બહાર છે,
ત્યારે પણ દેશના નાગરિકોની કોરોનાને નાઠવાની મહેનત અપાર છે,
વધી રહ્યાં છે કેસો રોજના ભલે આ દેશમાં,
પણ દોસ્ત આ મોદી સાહેબની સરકાર છે,
એક રહીશું, ઘરે રહીશું, અને દેશને મહામારીથી બચાવીશું,
બસ મને, તમને અને આખા દેશને એકમાત્ર આશ છે,
ભાઈ કોરોનાની કંઇ આવી વાત છે.

- હાર્દિકસિંહ ચાવડા.

Gujarati Poem by Hardiksinh Chavda : 111399253
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now