Gujarati Quote in Blog by Aradhyaba

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જંગલી થઈ ને માણસ ફરતો,
હિંસક કાયૅ એવા કરતો,
માણસ થી માણસ જ ડરતો.
હાંસી ઉડાવતો કોઈ ની,
તો ખુદ ક્યારેક હાસી નું પાત્ર બનતો.
જંગલી થઈ ને માણસ ફરતો.
જ્ઞાની થઈ ને જ્ઞાન આપતો
ખુદ ક્યાં કય અમલ‌ કરતો.જંગલી થઈ ને માણ‌સ ફરતો.
જીદંગી ની રેસ માં જીતવા માટે અંહમ ની પટ્ટી આંખે બાંધી ને ફરતો‌ ને ક્યારેક કોઈ ની લાગણી સાથે રમતો‌
જંગલી થઈ ને માણસ ફરતો.
કપટ અને કૃત્ય કેવા કેવા કરતો.
હિંસક બની રસ્તા પર ફરતો.
તો પણ ક્યાં કોઈ થી ડરતો.
જંગલી થઈ ‌ને માણસ ફરતો.
કુદરતી આપત્તિ સમયે તે લાચાર બની જતો.
ત્યારે તે મંદિર માં જતો
નહિતર ક્યાં તે કુદરત થી પણ ડરતો.
જંગલી થઈ ને માણસ ફરતો.
સમય સાથે દોડતો ધડી પણ ના જંપતો
જાણે શું મનમાં લય ને ફરતો.
જંગલી થઈ ને માણસ ફરતો.
🌷

Gujarati Blog by Aradhyaba : 111399189
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now