સ્ત્રીને તે શું સમજી?
વસ્તુ કે મનોરંજનનું સાધન.
આહિલ્યાને પથ્થર બનાવી, સીતાને ધરામાં સમાવી,
પોતાનું સતીત્વ સાબિત કરવા અગણિત સજાઓ ફરમાવી,
સ્ત્રીને સ્ત્રી ન રહેવા દેતા પોતાના ગમતાં બીબામાં ઢાળી.
કોઈકવાર ઊંચે બેસાડી, કોઈકવાર નીચે પછાડી,
ગમે ત્યારે દીધો સરપાવ,ગમે ત્યારે સજા.
સ્ત્રીને સ્ત્રી ન રહેવા દેતા પોતાના ગમતાં બીબામાં ઢાળી.
તે જંગલી બનીને તારી માણસાઈ છોડી,
સ્ત્રીને તે તારા ભોગ ખાતર કેટલીવાર કરી ઉઘાડી?
સ્ત્રીને સ્ત્રી ન રહેવા દેતા પોતાના ગમતાં બીબામાં ઢાળી.
સ્ત્રીનું તે છીનવ્યું સ્ત્રીત્વ,
ભ્રૂણહત્યા કરીને છીનવ્યું માતૃત્વ.
સ્ત્રીને સ્ત્રી ન રહેવા દેતા પોતાના ગમતાં બીબામાં ઢાળી.
કોઈકવાર માં બની,પ્રેયસી બની,આપ્યો તારો સાથ,
તે તારા પુરુષત્વ ના ગુમાનમાં અધવચ્ચે છોડ્યો હાથ,
સ્ત્રીને સ્ત્રી ન રહેવા દેતા પોતાના ગમતાં બીબામાં ઢાળી.
નિમિકા.
#જંગલી