ઇશ્વર કૃપાથી બન્યો રાજા, રંકને જે લૂંટતો
માણસ નથી પણ એમના રૂપમાં છે જંગલી
સારવારના નામથી ખિસ્સા જ બસ ખંખેરતો,
માણસ નથી પણ એમના રૂપમાં છે જંગલી
શિક્ષણનું ખોટું નામ આપી શારદાને વેંચતો,
માણસ નથી પણ એમના રૂપમાં છે જંગલી
જેહાદની પાછળ છુપાઈ કરતો બસ સંહાર જે,
માણસ નથી પણ એમના રૂપમાં છે જંગલી.
કાયરતાની હદ વટાવી નિર્ભયાઓ પિંખતો,
માણસ નથી પણ એમના રૂપમાં છે જંગલી.
#જંગલી