🌳🌳🌴🌴🌲🦚🦚🌴🌴🌳🌳
માધવ ક્યાંય નથી મધુવનમાં,
સલવાયો છે રૂક્ષ્મણી સાથે કીચનમાં,
રાધા કરે છે વિલાપ ગોકુળના ટાઉનમાં,
પરંતુ કેમ કરીને જવું લોક ડાઉનમાં,
પહોંચવું છે ગોપીઓના મન સુધી,
પરંતુ રાસ લીલા બંધ છે હમણાં જુન સુધી,
માસ્ક બાંધીને હમણાં જ જતો રહું રાધાના ગામમાં,
પણ રુક્ષ્મણી એ બાંધી રાખ્યો છે એને ઘરકામમાં,
અને સખાઓ નીકળતા નહીં આવી ધુલાઈમા,
માધવ તમને મળશે છેક જુલાઈમાં,
સુદર્શન ક્યાં વાપરીશ આ ક્યાં કંસ છે?
ઘરમાં રહીને જ મારી શકાય આ તો કોરોનાનો દંશ છે.
🌳🌳🌴🌴🦚🦚🌲🌴🌴🌳🌳