#આશ્ચર્ય
એવા રાશીલા નેણ બિન બીજે હૃદય ખવાઈ ત્યાં,
રુણી બની ને આપના બીજે હવે જવાઈ ક્યાં,
જોજો અમારી પ્રીતળી અંત સુધી નિભાવ જો,
દ્વાર તમારા છોળી ને દીવાના દિલડા જાય ક્યાં,
પ્યાસી તમારા પ્રેમ ના આવી ઉભા સે બારણે,
પ્રેમ સુરા વિણ હે સનમ પ્યાસી હૃદય ધરાય ક્યાં,
તારો હૃદય માં વાસ છે એનો સર્વ ક્ષણે પ્રકાશ છે,
ગેબી અવાજ થાય છે દ્વાર દ્વાર અથડાય ક્યાં,
જોયું જગે ફરી ફરી પાસે મયલા સો શ્રી હરિ,
જ્ઞાની ગુરુ મયલા વિના સતાર યોગ થાય ક્યાં.
દાસ સતાર વાણી,,