થાય છે આશ્ચર્ય આ સ્થિતિ દુનિયા ની જોઈને
બેઠો છે માનવી બધું હોવા છતાં બધું ખોઈને
પશુ પંખી ને પ્રાણી ક્યાં ગયો આ માનવી પડ્યા છે એના નાદમાં
પ્રકૃતિ ખીલી ઉઠી છે ને માનવ બેઠો છે કેદમાં
ચારે બાજુ સૂમસામ અને વગર ઘોંઘાટ ના રસ્તાઓ
ક્યાં ગયા એ પીઝા બર્ગર ના જંક ફૂડ ના નાસ્તાઓ
થશે બધું વ્યવસ્થિત થોડા ટાઈમ માં છે માનવી એની આશમાં
પણ કોને ખબર આ ક્યાં જઈને અટકશે આ કળયુગ ના કાળ માં
#આશ્ચર્ય