એકલો, અવ્વાવરૂ ને સાવ સૂનો,
આપણાં ઘરમાં રહે છે એક ખૂણો..!
એ મને લાગે ઢળેલી સાંજ જેવો,
કેટલાંયે આથમે છે, ત્યાં અરૂણો..!
હૂંફ જેવું છે કશુંક એની કને પણ,
આમ છે તડકા સમો ને તો’ય કૂણો..!
ત્યાં જ ખરતો હોય છે ક્યારેક ડૂમો,
યાદ આવી જાય છે જ્યાં સંબંધ જૂનો...!!