*અધૂરપ*
☯️🕉️☸️🕉️☯️
અધૂરપ તો હંમેશા બધાય ને વર્તાતી,
કોઈને કોઈ સ્વરૂપે
સૌને અકળાવતી...!
માણસમાત્ર હોય
જ અધુરા,
ના હોય બધી
વાતે હંમેશા શૂરાપૂરા...!
માણસે ક્યારેક
માણસાઈની
અધૂરપ...!
હ્રદયે ક્યારેક
પ્રેમની
અધૂરપ...!
સ્વભાવે ક્યારેક
વિશ્વાસની
અધૂરપ...!
નિષ્ઠાએ કયારેક પ્રમાણિકતાની અધૂરપ...!
સહવાસે હોય
ક્યારેક
હુંફની અધૂરપ....!
કોઇક ને કોઇક
ગુણોની તો સૌમાં રહેવાની જ અધૂરપ,
આ અધૂરપના અભાવને જ બનાવો
જીવનની મધૂરપ...!
અપેક્ષાઓની અધૂરપ જ તો
સૌને
પીડતી,
ઉપેક્ષાની અધુરપ
પણ સૌને ખલતી...!
ભમરા વગર ફૂલને અધૂરપ...!
મોજા વગર દરિયાને અધૂરપ...!
શબ્દો વગર વાક્યને અધૂરપ..!
વાચા વગર ભાષાને
અધૂરપ...!
દુનિયાની દરેક
ચીજ નથી સર્વાંગ સંપુર્ણ,
કોઈને કોઈ અધૂરપ આપી પ્રભુએ
જ કર્યા અપુર્ણ...!
બીજા સાથેની સરખામણીથી જ હંમેશા
ખલતી અધૂરપ,
તમારી મર્યાદાનો
અહેસાસ
કરાવતી
અધૂરપ....!
હું શબ્દોને મનફાવે એમ નચાવું,
મારી અધૂરપને સ્વિકારી હું
નિજાનંદનો
ઉત્સવ મનાવું....!
સૌને કહું છું,
પોતાની આવડત અને વ્યક્તિત્વ પ્રમાણે જીવો,
તમારી અધૂરપને
ઉત્સવમાં બદલી
પરમાનંદમાં જીવો...!
🕉️☯️☸️☯️🕉️
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*