💐💐💐💐💐💐💐💐💐રમતો બધી રમીને પુરી થઈ ગઈ..
જુના ફોટાઓ જોવાઇ ગયા..
જુના દિવસો પણ જીવી લીધા..
ફરજિયાત રજાઓ નથી જોઈતી હવે..
ભગવાન, તારો ખેલ હવે પૂરો કર..
🌹કંટાળો આવ્યો
બીક વાળી સ્વચ્છતાનો
સેનીટાઇઝર અને માસ્ક નો
ઘરમાં ગોંધાઈને રહેવાનો
ખોટુ ખોટુ હસવાનો
સંકટને હવે તો સમેટી લે
ભગવાન, તારો ખેલ હવે પુરો કર..
❤️નવી પેઢીના સ્વપ્નો માટે
માંડી દીધેલ અર્ધા દાવ માટે
હાથ ઉપર ના પેટ માટે..
ભગવાન, તારો ખેલ હવે પૂરો કર..
💙જગતની ધીરજ ડગમગી જાય, એ પહેલા
સહનશક્તિ પુરી થઈ જાય, એ પહેલા
"તારા " પર પ્રશ્નો ઉભા થાય, એ પહેલા
ભગવાન, તારો ખેલ હવે પૂરો કર..
🌻હવે નહી કહું હું, કે સમય જ નથી
કુટુંબને, સંબંધોને પૂરો ન્યાય આપીશ
નિસર્ગ, સૃષ્ટી નું કરીશ હું રક્ષણ
આ કોયડાનો જવાબ આપી દે ને હવે
ભગવાન, તારો ખેલ હવે પૂરો કર..
💚ઘણી થઈ ગઈ, જે શિક્ષા આપી એ
ભૂલો અમારી સમજાઈ ગઈ પૂરેપૂરી
મન, વિચારો પણ શુદ્ધ કર્યા છે રે
💛હાથને સ્વચ્છ કરતા કરતા
વચન અમે આપીએ છીએ તને
ભગવાન, ઓ ભગવાન, હે ભગવાન, તારો ખેલ હવે તો પુરો કર..
💚🙏🏻❤️🙏🏻💛🙏🏻💙🙏🏻