આશ્ચર્ય ત્યારે જ થાય જ્યારે નવું જાણવા મળે.
આશ્ચર્ય ત્યારે જ દેખાય જયારે નવું જોવા મળે.
ડરતા ડરતા પ્રેમ નો એકરાર તો કરી લીધો અમે,
ના હા કે , કે ના પણ નહિ આશ્ચર્ય જોવા મળે.
આજકાલ ની રીત થોડી અજબ જરૂર લાગે છે,
સરપ્રાઈઝ કે આશ્ચર્ય ની રમત બધે જોવા મળે.
આશ્ચર્ય જિંદગીમાં ખૂબ જરૂરી હોય છે અનિલ,
ધાણી ના બળદ ને કયાં નવું જોવા જાણવા મળે.
#આશ્ચર્ય