#આશ્ચર્ય
"પ્રેમ પ્રેમ ને પ્રેમ જ,
એના જેવું નહીં,એમાં આશ્ચર્ય શું?
વિહવળતા બધી મારા દિલમાં,
તારે દિલ જેવું નહીં,એમાં આશ્ચર્ય શું?
પ્રાર્થના કરો ગમે એટલી,
કાબામાં ઈશ્વર જેવું નહીં, એમાં આશ્ચર્ય શું?
તું ચલાવે તીર નજરના,
પણ બાણ જેવું નહીં,એમાં આશ્ચર્ય શું?
વાદળા સતત ગરજે
પણ વરસાદ જેવું નહીં, એમાં આશ્ચર્ય શું?
તું , તું, ને તું જ
મારામાં હું જેવું નહીં, એમાં આશ્ચર્ય શું?"
-mitesh