મેઘલી રાતે ચોમાસુ મુશળધાર વરસ્યું આંખોમાં,
કાજળ રેલાયું મારા ગાલે ને ઈચ્છાઓ કોઈ બાંધી દીધી,
ઘૂઘવતા એ દરિયે હું મીઠી નજરથી તને શોધું,રડી લેવું છે આજ એ સંબંધને વિંટળાઈ ને,ત્યાં વીજળીને ચમકારે તારા આગમનની છડી પોકારતા તે આવીને તારા વ્હાલ માં ભીંજવી મને, થયું આશ્ચર્ય ને તારાથી દૂર જવાનો નિશ્ચય તૂટી તળિયે ડૂબ્યો,તારા નયનોમાં મેં સ્નેહનો સાગર હિલોળા લેતો જોયો.