ઋણમુક્તી:-
ઇન્સાન આ ધરતી પર જન્મતાંની સાથેજ કેટકેટલા ઋણાનું સંબંધોથી જોડાઈ જતો હોઈ છેઃ ઋણ ચૂકવ્યા વીના મુક્તી નથી ઋણમુકતી પણ એક બંધન છેઃ એ પણ ચૂકવવું જ રહ્યું
જેમકે જન્મ ધર્યો એટલે જન્મ દેનાર માતૃઋણ પાળી પોસીને મોટા કરનાર પિતાનુ પિતૃઋણ એ ચૂકવ્યા વીના ઋણ મુક્તી થતી નથી .જન્મ પશુ પક્ષી પણ ધરે છેઃ પણ એમને કદી જિંદગીમાં ખૂટતી કમીને પૂર્ણ કરવા મહેનત કરવી નથી પડતી કુદરતે જે આપ્યું એનાથી સંતુષ્ટ હોઈ છે .જયારે ઇન્સાન છે તેનાથી તૃપ્ત નથી વધુ અને વધુ મેળવવા કોશીષજ નથી કરતો પરંતુ લોભ વવૃત્તિને કારણે સંગ્રહજ કરવામાં માને છે અને કર્મબન્ધાન ઋણાનું બંધનમાં ફસાતો હોઈ છેઃ જો ચૂકવ્યા વીના મુક્તી નથી હોતી.
ઋણાનુબંધ ઍટલે બંધન અને ઋણમક્તિ ઍટ્લે મુકત થવું કેટલા કર્મો એજ જીંદગીમાં ચૂકવી દેવાનાં હોઈ છે જયારે કેટલા આવનાર પછીની જીંદગીમાં ચુકવવાના હૉઇ છે જેવાકે માતૃ ઋણ પીતૃૠણ ગૃરૂનું ઋણ જેમણે આપને વિદ્યા રૂપીજ્ઞાન આપી જીવનમાં આવનાર મુશ્કેલી સામે લડવાનું સામર્થ્ય આપ્યુંભારતદેશ જેમણે તમને નાગરિકતવ આપ્યુ સમાજનું જ્ઞાતિ ઋણ ઓળખ આપી એમનું પણ ઋણ રહયું
પણ ઋણ તમારે આજન્મેજ ચૂકવવા રહ્યુ
આજે દેશ ઋણ ચુકવવાનો સમય આવ્યો છે સર્વે દેશ બાન્ધવો એકજુટ થઇ દેશની મુશ્કેલ પરિસ્થિતિમાં સાથ આપો
કોરોના ભગાવો દેશ બચાવો .
માઁ ભોમની હાકલ પડી છે
સામને મુશ્કીલ ઘડી છે
એકજુટ હોજાઓ
jજરૂરી છેં દેશ બચાઓ,
વિશ્વ બચાઓ .
જય ભારત.