કેટલાંયે સપનાંઓ ડૂબી ગયાને,
હજુ કેટલાંયે તરે છે આંખમાં..
કેટલાંયે સપનાં પાંપણે લટકયા ને
હવે, ખાલી ચડે છે મને આંખમાં...
સપનાં કેટલાંક લાગણી પામવાના..
વળી, કેટલાંક સ્નેહ શોધવાના..
કેટલાંક ઊડી ગયા પંખીની પાંખમાં
હવે, ખાલી ચડે છે મને આંખમાં...
રુદનનાં વહેણમાં હાસ્ય ખોળવાનાં,
પર્વતો ક્યાંક ઊંચા આસને ચડવાનાં..
જાણું અંતે એ મળવાના રાખમાં..
હવે, ખાલી ચડે છે મને આંખમાં