કોણે કહ્યું કે તારી પરવા કરું છું;
બસ તને ચાહવાનો હું રિયાઝ કરું છું.
તને ભૂલું કે તને યાદ કરું છું;
મારા મગજનો મહાવરો હું કરું છું.
તારી છબી ન દેખાય કોઈને આંખમાં;
તેથી તને હૃદયમાં ધરબીને હું ફરું છું.
નથી કરવી તને પામવાની હોડ;
તારા વગર રહેવાનો અભ્યાસ હું કરું છું.
જાણું છું તને મારું વિસ્મરણ થયું છે;
આશ્ચર્ય છે કે હજી હું જીવું છું.
નિમિકા.
#આશ્ચર્ય