સચી તારા પપ્પા માટે બે ભાખરી કરી નાખ અને આપણા માટે ઉપમા બનાવ ત્યાં હું પુજા પાઠ કરી લઉં સાસુ ની આજ્ઞા પ્રમાણે સચીએ ભાખરી નો લોટ બાધવા નું શરૂ કર્યું. ત્યાં ઘોડિયામાં સૂતેલા છ મહિનાના કિશને રડવાનું ચાલુ કર્યું. સાસુમા લાલાને નવડાવતા નવડાવતા ગીત ગાતા હતા લાડ લડાવો લાલાને લાડ લડાવો વચમાં બુમ પાડી ને કહ્યું કે હવે આ તારા છોકરાનું રડવાનું બંધ કરાવને મને પુજા માં વિક્ષેપ પડે છે. સચી તો જલ્દી લોટવાળા હાથ ધોઈને કિશનને ચૂપ કરવામાં લાગી ગઈ.
પૂજા પાઠ પતાવી સાસુમા બહાર. આવ્યા ને બબડવા લાગ્યા આજની છોકરીઓ બહુ ધીમી.
આશ્ચર્ય પામી આખ માં આસું સાથે સચી કામ કરવા લાગી.
#આશ્ચર્ય