થાય આશ્ચર્ય જ્યારે સગાં ભાઈ ઝગડા કરે,
થાય આશ્ચર્ય જ્યારે દિકરો પોતાના બાપને વઢે,
થાય આશ્ચર્ય જ્યારે દીકરી સાસુને સંભળાવે,
થાય આશ્ચર્ય જ્યારે વૃધ્ધાશ્રમો ઓછા પડે,
થાય આશ્ચર્ય જ્યારે આવું જ બધું ચાલ્યા કરે,
થાય આશ્ચર્ય જ્યારે સૌ એકલવાયા જીવ્યા કરે.
- પૂર્વી 🧚🏻♀️
#આશ્ચર્ય