English Quote in Thought by NupuR Bhagyesh Gajjar

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યારેક મારા વિશે વિચારું છું તો એમ લાગે છે કે મારાથી મોટું પાગલ કોઈ નથી, પણ જ્યારે તમને બધાને જોવું છું તો એમ લાગે છે કે હું ખોટી છું... તમે બધા પણ પાગલ જ છો.. મારી જેમ કે તમારી જેમ!

બધાં પાગલ જ છે, કોઈ પૈસા પાછળ તો કોઈ પદ પાછળ.. કોઈ છોકરી પાછળ તો કોઈ ગાડી પાછળ...
મારુ પણ પાગલપન મારી રીતનું જ છે!

હું પાગલ છું, કોઈ નાના બાળકનાં સ્મિત પાછળ.. પુસ્તકો પાછળ, વરસાદ પાછળ... ખુલ્લા આકાશ પાછળ.. અને આવું તો ઘણું છે...

પાગલ હોવું ખોટું નથી, બસ પાગલપન હદથી વધારે ના વધવું જોઈએ. આ કહેવાતા નોર્મલ લોકોની જેમ રહો તો કોઈ તમને નહીં ઓળખી શકે, એમની જેમ જ!

-નૂપુર

English Thought by NupuR Bhagyesh Gajjar : 111397672
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now