અઠવાડિયાના આ દિવસે વાળ કાપવાથી થઇ જશો માલામાલ, થશે ધનની વર્ષા
રવિવાર રજાનો દિવસ હોય છે અને એવામાં દરેક લોકો આ દિવસે એવા કામ કરે છે જે સામાન્ય રીતે અન્ય દિવસમાં નથી કરી શકતા. તમે જોયું હશે કે લોકો રવિવારના દિવસે વાળ અને દાઢી કરાવવા પર ધ્યાન આપે છે. તેમના અનુસાર આ દિવસે ઘરમાં રહેવાનું હોય છે. તે લોકો વાળ કપાવવા જેવી વાતો પર વધારે ધ્યાન આપે છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર મુજબ આ દિવસે વાળ કપાવવા યોગ્ય છે કે નહી તે જાણવું જરૂરી છે.
કહેવામાં આવ્યું છે કે રવિવારના દિવસે વાળ કપાવવાથી ધન, બુદ્ધિ અને ધર્મનો નાશ થાય છે. તો આવો જાણીએ કે એવો કયો દિવસ હોય છે જેમા તમે વાળ કપાવી શકો છો. વાસ્તુ શાસ્ત્ર અનુસાર સોમવારે ભૂલથી પણ વાળ ન કપાવવા જોઇએ. એવું માનવામાં આવે છે કે જે આ દિવસે વાળ કપાવે છે તો માનસિક દુર્બળતા આવે છે અને સંતાન માટે હાનિકારક હોય છે.
જ્યારે મંગળવારના દિવસે પણ વાળ કપાવવા અશુભ માનવામાં આવે છે. આ દિવસે વળ કપાવવાથી તમરી ઉંમર માટે નુકસાનકારક હોય છે. તેને અસામયિક મૃત્યુનું કારક માનવામાં આવે છે. એવું કહેવામાં આવ્યું છે કે અઠવાડિયામાં બુધવારનો દિવસ યોગ્ય હોય છે. તમે ઇચ્છો તો બુધવારે નખ અને વાળ કપાવી શકો છો.
જ્યારે ગુરૂવારે તમે આવી ભૂલ ન કરશો. એવું માનવામાં આવે છે કે ગુરૂવારે જે લોકો વાળ કપાવે છે તેના ઘરમાં ધન ઓછું થઇ જાય છે અને માન-સમ્માનને હાનિ થાય છે. શુક્રવારે તમે આ કામને બિંદાસ્ત કરી શકો છો. શુક્રવારનો દિવસ શુક્ર ગ્રહથી પ્રભાવિત થાય છે જે સુંદરતાનું પ્રતીક છે.આ દિવસે વાળ અને નખ કાપવા શુભ માનવામાં આવે છે. તે સિવાય તમે શનિવારે વાળ કાપી શકો નહી. તેને અશુભ માનવામાં આવે છે.