લાગણીઓ હતી અંતર માં આંખો માં વહી ગઈ હતી.
આજે ફરી યાદ એની તાજી થઈ હતી.
વાદળી એક લાગણી ની વરસી હતી.
આંખ તેને જોવા માટે તરસી હતી.
પાંપણ ભીની થઈ હતી.
વહી ગઈ વાત આજે તાજી થઈ હતી.
જોઈ ને તસવીર એની યાદ માં સરી ગઈ હતી..
યાદો માં વાત તારી રહી હતી.
અને વાતો માં યાદ તારી
રહી હતી.