Gujarati Quote in Blog by મનોજ નાવડીયા

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"કોરોના વાયરસ"
COVID-19

સંરક્ષણ લેવા માટેના પગલાં


કોરોના વાયરસ એટલે શું?

કોરોના વાયરસ એ વાયરસનું મોટું કુટુંબ છે જે પ્રાણીઓ અથવા માણસોમાં બીમારીનું કારણ બની શકે છે.
માનવમાં કોરોના વાયરસ એ સામાન્ય શરદીથી મધ્ય પૂર્વ રેસ્પિરેટરી સિંડ્રોમ (MERS) અને ગંભીર તીવ્ર શ્વસન સિન્ડ્રોમ (SARS) જેવા ગંભીર રોગોથી લઈને શ્વસન ચેપ માટે જાણીતા છે.
તાજેતરમાં મળી આવેલા વાયરસથી કોરોના વાયરસ રોગ, જેને COVID-19 નામ આપવામાં આવ્યુ છે.

કોવિડ -19 શું છે?

COVID-19 એ ચેપી રોગ છે જે તાજેતરમાં મળી આવેલા કોરોના વાયરસથી થાય છે. ડિસેમ્બર 2019 માં ચીનના વુહાન શહેરમાં ફાટી નીકળ્યો છે તે પહેલા આ નવો વાયરસ અને રોગ થી લોકો અજાણ હતા.

કોવિડ -19 ના લક્ષણો શું છે?

કોવિડ -19 ના સૌથી સામાન્ય લક્ષણો તાવ, થાક અને શુષ્ક/સુખી ઉધરસ છે. કેટલાક દર્દીઓમાં દુખાવો, શરીરમા તાણ, બંધ નાક, વહેતું નાક, ગળામાં દુખાવો અથવા ઝાડા થઈ શકે છે. આ લક્ષણો સામાન્ય રીતે હળવા હોય છે અને ધીમે ધીમે શરૂ થાય છે. કેટલાક લોકો ચેપગ્રસ્ત થઈ જાય છે પરંતુ કોઈ લક્ષણો દેખાતા નથી અને અસ્વસ્થતા અનુભવતા નથી. મોટા ભાગના લોકો (લગભગ 80%) વિશેષ ઉપચારની જરૂર વિના રોગમાંથી મુક્ત થઈ જાય છે.
COVID-19 રોગ થતા, દર 6 માંથી 1 વ્યક્તિ ગંભીર રીતે બીમાર પડે છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. વૃદ્ધ લોકો અને ઉચ્ચ બ્લડ પ્રેશર, હાર્ટ પ્રોબ્લેમ્સ અથવા ડાયાબિટીઝ જેવી અંતર્ગત તબીબી સમસ્યાઓ ધરાવતા લોકોમાં ગંભીર બીમારી થવાની સંભાવના છે. તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફવાળા લોકોએ તરતજ તબીબી સહાય લેવી જોઈએ.

COVID-19 કેવી રીતે ફેલાય છે?

COVID-19 વાયરસ, એક પીડીત માણસથી બીજા સારા માણસમા ફેલાઈ છે. મતલબ એક માણસ થી બીજા માંણસમા.
જ્યારે કોવિડ -19 પીડીત વ્યક્તિ ખાંસી અથવા શ્વાસ બહાર ફેકે છે, તો આ રોગ નાક અથવા મોંમાંથી નાના ટીપાં દ્વારા એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાય છે.
આ ટીપું વ્યક્તિની આજુબાજુના પદાર્થો અને સપાટીઓ પર સ્થિર ચીપકેલ રહે છે. પછી અન્ય લોકો આ પદાર્થો અથવા સપાટીઓને સ્પર્શ કરીને, પછી તેમની આંખો, નાક અથવા મોંને સ્પર્શ કરીને COVID-19 ને આંમત્રણ આપે છે.
જે લોકો કોવિડ -૧૯ વાળા વ્યક્તિના ટીપાંમાં શ્વાસ લે છે, જે કફ બહાર ફેકે છે અથવા ટીપાંને શ્વાસમાં લે છે તો લોકો COVID-19 ની બીમારી લાગું પડે છે.
તેથી જ બીમાર વ્યક્તિથી 1 મીટર (3 ફુટ) કરતા વધુ દૂર રહેવું મહત્વપૂર્ણ છે.

WHO (ડબ્લ્યુએચઓ) કોવિડ -19 કઈ રીતે ફેલાઈ છે તેની રીતો પર ચાલી રહેલા સંશોધનનું મૂલ્યાંકન કરી રહ્યું છે અને અપડેટ કરેલા તારણોને શેર કરવાનું ચાલુ રાખશે.

શું COVID-19 વાયરસ વાયુ દ્વારા ફેલાય છે?

આજ સુધીના અધ્યયનો સૂચવે છે કે COVID-19 ફેલાવવાનુ કારણ મુખ્યત્વે હવા દ્વારા શ્વસન ટીપાંના સંપર્કમા આવવાથી ફેલાય છે.

શું CoVID-19 એ કોઈ વ્યક્તિથી જાણી શકાય છે જેને કોઈ લક્ષણો નથી?

આ રોગ ફેલાવાની મુખ્ય રીત, ખાંસીથી થઈ રહેલા શ્વસન ટીપાં દ્વારા ફેલાઈ છે. કોઈ લક્ષણો ન હોય તેવા કોઈની પાસેથી COVID-19 પકડવાનું જોખમ ખૂબ ઓછું છે.
રોગના પ્રારંભિક તબક્કે COVID-19 વાળા ઘણા લોકો માત્ર હળવા લક્ષણોનો અનુભવ કરે છે. તેથી, કોવિડ -19 ને કોઈની પાસેથી પકડવાનું શક્ય છે, ઉદાહરણ તરીકે, ફક્ત હળવા ઉધરસ અને બીમારી લાગે.

કમ઼શઃ

Gujarati Blog by મનોજ નાવડીયા : 111397146
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now