મરી એક મસાલો છે જે સ્વાદની સાથે જ ઓષધિય ગુણોથી પણ ભરપૂર છે. તેને સલાડ, કાપેલા ફળ કે દાળ-શાક પર ભભરાવીને ઉપયોગમાં લેવામાં આવે છે. તેનો ઉપયોગ ઘરેલું ઈલાજમાં પણ કરવામાં આવી શકે છે. આજે અમે આપને જણઆવી રહ્યા છે મરીના કેટલાક રામબાણ ઈલાજ પ્રયોગ.
- ત્વચા પર ક્યાં ય પણ ફોલ્લી ઉઠે તો મરી પાણીની સાથે પથ્થર પર ઘસી તે ફોલલ્લી પર લગાવાથી તે બેઠી જાય છે.
- મરીને સોઈથી છેદ કરી દીવાની જ્યોતથી સળગાવો. જ્યારે ધૂમાડો ઉઠે તો આ ધુંવાડો નાકથી અંદર ખેંચી લો. આ પ્રયોગ માથાનું દર્દ સારું થઈ જાય છે. હેડકી આવવાનું પણ બંધ થઈ જાય છે.
- મરી 20 ગ્રામ, જીરું 10 ગ્રામ અને શાકર કે ખાંડ 15 ગ્રામ એકસાથે પીસીને મેળવી લો આ સવાર-સાંજ પાણી સાથે ફાંકવાથી હરસના રોહમાં લાભ થાય છે.
- મધમાં પીસેલી મરી ભેલવી દિવસમાં ત્રણવાર ચાટવાતી ઉધરસ બંધ થાય છે.
- અડધી ચમચી પીસેલી મરી થોડા ઘીની સાથે મેળવીને રોજ સવાર-સાંજ નિયમિત ખાવાથી આંખની જ્યોતિ વધે છે.
- મરી 20 ગ્રામ, સૂઠ પીપર, જીરું તથા સિંધલું નમક બધું 10-10 ગ્રામ માત્રામાં પીસીને મેળવી લો. ભોજન પછી અડધી ચમચી ચૂરણ થોડાક પાણી સાથે ફાંકવાથી મંદાગ્નિ દૂર થાય છે.
- ચાર-પાંચ દાણા મરીની સાથે 15 દાણા કિશમિશ ચાવવાથી ઉધરસમાં લઆભ થાય છે.
- મરી બધા પ્રકારના સંક્રમણમાં લાભ આપે છે.
- બલ્ડ પ્રેશર લો રહે છે, તો દિવસમાં 2-3 વાર પાંચ દાણા મરીની સાથે 21 દાણા કિશમિશનું સેવન કરો.
- તાવમાં તુલસી તથા મરીનો કાઢો લાભ કરે છે.
નોંધ – આયુર્વેદિક ઉપાય સૌની પોતાની તાસીર પર આધાર રાખે છે માટે ચિકિત્સકની સલાહ અનુસાર ઉપાય કરવો.