ભારત છે આધ્યત્મિકતા અને દેવોની ભૂમિ,
અહી થઈ ગયા ઋષિ, સંત અને મુનિ.
રામ, કૃષ્ણ,હનુમાન,અને મહાવીર સ્વામી,
બુદ્ધ, જલારામબાપા અને સહજાનંદસ્વામી.
જ્યાં સંભળાય છે સવાર સાંજ મંદિરોની ઝાલર,
લોકો કરે કીર્તન,આરતી ને ઘંટારવનો ગજર.
અહી બદલાય છે બાર ગાઉ એ બોલી,
આ ધરતી છે વિવિધતામાં એકતાની બેલી.
અહીં વહે ગંગા, જમના અને સરસ્વતી,
તાપી, નર્મદા,મહી અને સાબરમતી.
સ્વતંત્રતા માટે લડ્યા સ્વાતંત્રવીરો,
સ્વતંત્રતા માટે ઘણી ઊડી લોહીની છોળો.
મારા ગુજરાતમાં થઈ ગયો બારડોલીનો સરદાર.
તેણે ભારતમાં ને કર્યો એક કરવાનો કરાર.
વિવિધ ભાષા, વિવિધ લોકો, વિવિધ પહેરવેશ,
છતાં પણ દરેક ભારતીયના દિલમાં જીવંત છે ભારત દેશ.
દરેક ભારતવાસીના હૃદયમાં છે સમર્પણની ભાવના,
કષ્ટના સમયમાં દુનિયા માટે રાખે મદદની ખેવના.
નિમિકા.
#વિવિધ