*માયાના વમળ*
🌊♻️🔄♻️🌊
હે પ્રભુ,
અજબ તારી માયા,
વીતી ક્ષણો,
વીતી પળો,
દિવસો વિત્યા,
મહીના વિત્યા.
આ કરૂ, તે કરૂ...!
અહીંથી લઉં કે
ત્યાંથી લઉ...!
સઘળું ભેગું કરી
ક્યાં સંઘરુ...?!
એ જ એષણા.
આ સઘળી વમળોની માયા કે
માયાઓના વમળ...?!
એ નાહકની મુંઝવણમાં
સૌ મુંઝાયા...!
આ જાદુઈ માયાજાળમાં
સૌ ભરમાયા...!
વિવાદોના વમળોમાં
સૌ અટવાયા...!
સંશયના વમળોમાં
સૌ કરમાયા....!
જડતાના વમળોમાં
સૌ ખોટકાયા....!
આશાના વમળોમાં
સૌ લટકાયા...!
વેદનાના વમળોમાં
સૌ ખટકાયા...!
વિચારોના વમળોમાં
સૌ વચકાયા...!
મનના ચંચળ વમળોમાં સૌ છેતરાયા...!
ચંચળ મન ચારે તરફ ફર્યા કરે,
સંસારની
માયાઓના
વમળમાં
ગુંચવાયા કરે.
આ તો
પ્રભુ તણી અકળ
લીલા...!
ના ભરમાશો .
આ વમળો
તો છે ઢિલા...!
કરો મન કાબુમાં,
ના રાચો કાયમ
ખ્વાબોમાં...!
કરો પ્રબળ જીવવાની
જીજીવિષા,
બનાવો એને જ
અભિલાષા...!
માયાના વમળો થકી
આરંભ કે અંત...?!
છોડો નિરાશા,
કરો શુભારંભ.
નવજીવનનો,
કરો નવસર્જનનો પ્રારંભ...!
ચોક્કસ લક્ષ્ય
જ નિર્ધારીત
જીવનનો આરો.
એના થકી જ માયાના
વમળોમાંથી
સૌને ઉગારો...!
🌊♻️🔄♻️🌊
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*