શ્વાસ ની યાત્રા મફત માં છે
જ્યાં જશો ત્યાં હવા મફત માં છે
સુખ તો લેવું પડે છે વેચાતું
ને એની સાથે પીડા મફત માં છે
જે ક્ષણે ક્ષણ જીવી જાણે છે
એની માટે માજા મફત માં છે
લાગે કાઠપુતલી સમું જીવતર
અહીં ખેલ એના બધા મફત માં છે
ને એની પાસે તું માંગ કે ન માંગ
અહીં પ્રભુ ની કૃપા મફત માં છે
કોઈને જો રેહવું હોય કાયમ
તો હૃદય માં જગ્યા મફત માં છે
जय श्री कृष्ण