Gujarati Quote in Motivational by manisha rathod

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યારેક થિયેટરના અંધકારમાં
તો કયારેય ડોમિનોઝના પિત્ઝામાં

ક્યારેક ડિસનિવૉર્લ્ડની રાઇડમાં
તો ક્યારેક ઇમેજિકાની લાઈનમાં

ક્યારેક ફાઇવ સ્ટાર હોટેલના મેનુમાં
તો ક્યારેક કાઠિયાવાડી ઢાબામાં

ક્યારેક લેપટોપમા કે મોબાઇલમા
તો ક્યારેક આઇપોડમાં કે આઇપેડમા

સુખને સતત શોધતા રહ્યા..

પણ થૅન્ક્સ ટુ લોક ડાઉન, તે અમને અમારી ભીતર જોતા કરી દીધા..

સતત સુખને વિવિધ વસ્તુઓ, વ્યક્તિઓ, વાનગીઓ અને ગેજેટ્સમા ફંફોસ્યા કર્યું.

પણ હવે સમજાયું કે

વહેલી સવારે પાંખો ફફડાવી, માળા છોડીને મુક્ત આકાશમાં વિહરતા પક્ષીઓનો મઘુર કલરવ સાંભળવામાં પણ સુખ છે.

ઘરની અગાશી પર ઉભા રહી ઉગતા સૂરજની લાલિમા નિહાળવામાં પણ સુખ છે.

જેને કયારેય સમય નથી આપ્યો, એવા ઘરડા દાદા દાદીના ખોળામાં માથું રાખી, તેઓના વર્ષો જુના અનુભવો સાંભળવામાં પણ સુખ છે.

જુના પુસ્તકના પાનાઓમાં સંઘરી રાખેલા ગુલાબના ફૂલને જોઈને જૂની યાદોને ફરી વાગોળવામાં પણ સુખ છે.

આંગણામા ઉગેલા લજામણીના છોડને સ્પર્શી તેને શરમાઈ જતા જોવામાં પણ સુખ છે.

આ વિવિધતાઓમાં પણ વૈભવ છે.

સાચું
સુખ આપણા પરિવારમાં છે, ઘરમાં છે, આંગણામા છે, અંતરમાં છે, અને આપણા અસ્તિત્વમા છે.

વિધાતાએ સર્જેલી આ વિવિધતામા વિવિધ આનંદ માણીયે.. અને જીવનને એક અવસર બનાવીયે.....


#વિવિધ

Gujarati Motivational by manisha rathod : 111396704
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now