કેવા છે આ વિચાર ...
વિચારું છું ...
આ વિચારો કેવા છે .
મને ઘડીક માં ક્યાં થી ક્યાંય લઈ જાય છે
હું બેઠી છું એક જ જગ્યાએ ...
પણ મારા વિચારો ફરિયા જ કરે છે ...
હું છું અહીંયા છતાં પણ અહીંયા નથી હોતી ...
મન ક્યાંક બીજે જ હોય છે..
વિચારો મા સપના જોવ છું..
અને એ સુધી પોહચવાની કોશિશ પણ કરું છું ..
પણ બધા જ વિચારો સપના ના હોય શકે ..
અને બધા જ સપનાઓ કોશિશ વગર પૂરા ના થઈ શકે ..
વિચારો ને વિચારી ને હસી પણ લવ છું ..
અને રડી પણ લવ છું ..
હું વિચારો માં જ જીવી લવ છું ..
એના થી મારું અસ્તિત્વ છે ..
કદાચ એના લીધે જ હું જીવી શકું છું..