Gujarati Quote in Poem by RajNikant PaTel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

💕✍💕
બાપું તમે જ્યાં હોવ ત્યાં ખુશ રેજો, રાજી રેજો,
અહી બધા ગાંધી150 ઉજવી બધા ખૂશ છે!

ભૂલે છે જ ક્યાં કોઈ અહીં તમને શ્રધ્ધાંજલી આપવાનું!
પણ દુ:ખ થાય છે,આજેય તમારા વિચારોને શ્રધ્ધાંજલી આપી દે છે!
અહીં ખોટું બોલે જ કોણ છે??
સત્યનો ઓળો પહેરાવી બધા સત્ય બોલે છે!
અહી બધા ,બધા જ નિયમોનું પાલન કરે છે!


સત્યની વાત કરો છોને!
સ્વાદ ચાખ્યો તો, કડવું છે, અને ધારદાર છે..
એટલે અહી બધાને ઘાયલ કરે છે!
અહી બધા ,બધા જ નિયમોનું પાલન કરે છે!

 

 લોહી વહાવે જ છે જ કોણ અહી?
લોલુપ ,નશીલી નજરો લઈ
બધા આંખોથી જ ચીર-ફાડ કરે છે,
અહી બધા ,બધા જ નિયમોનું પાલન કરે છે!

 

ચોરી!!? ચોરી તો અમે કરતાં જ નથી,
તોય ચુપકે- ચુપકે,ચોરી-ચોરી રમી લ્યે છે,
અને...આગળ કહું તો
અહી નજર, મન હ્યદય થી "છબી" કોકની-કોક ચોરી લે છે!
અહી બધા ,બધા જ નિયમોનું પાલન કરે છે!

 

નિયમ જ છે!પ્રકૃતિ પાસેથી લીધેલુ પાછુ આપવુ પડે છે!
મરી જવાય ! જાણે છે!, છતાં...
"હવા" પોતાના બાપની હોય તેમ ફેફસામાં જ ભરી રાખે છે!
અહી બધા ,બધા જ નિયમોનું પાલન કરે છે!

 

અહી, બધાજ એમ માને છે કે ,
બ્રહ્મચર્યનું પાલન તે કરે જ છે!
છતાંય મનમાં ક્યાંક એ બ્રહ્ચર્યને તોડે છે!
અહી બધા ,બધા જ નિયમોનું પાલન કરે છે!

 

બધા ને જોઈએ છે! સમાનતા અને સમાન હક,
પણ તેમના મનમાં "સમતા" ક્યાં આવે છે?
અહી બધા ,બધા જ નિયમોનું પાલન કરે છે!

 

  ખુરશી માટે થઈ,
ખોટાનો સહારો લઈ
બધા અહી "ગાંધી" થઈ ફરે છે!
અહી બધા ,બધા જ નિયમોનું પાલન કરે છે!

 

અને કહે છે,
અમે તો ભૂલો કરતાં જ નથી!
એમ કહી બધા ભૂલો કર્યા કરે છે!
અહી બધા ,બધા જ નિયમોનું પાલન કરે છે!

 

 -ફરજ પ્રત્યેની નિષ્ઠા, દેશ પ્રત્યેની ફરજ,અને ફરજની ગુણવત્તાની જ વાત કરો છો ને!?

અહી, આંખે રુપિયાની પટ્ટીબાંધી,
હાથે કાળા મોજા પહેરી,
નાકે-કાને ખોસી ડુંચા,
ગંધ, સુગંધ ને શ્વાસ લઈ મોઢેથી ....
બધ્ધે જ ચેકીંગ કરી વળે છે!
અહી બધા ,બધા જ નિયમોનું પાલન કરે છે!

 

દારુબંધી હોવા છતાં,
ગુજરાતમાં
બધ્ધે જ દારુ મળ છે!
કારણ કે,અહી બધા ,બધા જ નિયમોનું પાલન કરે છે!

 

વાહનના 50 રુપિયાના PUCની વાત કરું છું ને તું?
અરે....
500માં એ વાહન ઓક્સિજન છોડતું નીકળે છે!
કારણ કે,અહી બધા ,બધા જ નિયમોનું પાલન કરે છે!ઁ

 

 ટ્રાફિકના નિયમો આવ્યાને કાગારોળ મચ્યો હશે ભલે!
ચાર સવારી ગાડી હાંકી,
ચાર રસ્તે બે ને ઊતારી દે છે
અહી બધા ,બધા જ નિયમોનું પાલન કરે છે!

 

નિયમિતતા!!
નિયમિતતા ના તો પાક્કા આગ્રહી અમે!
એ મને છોડીને બધાને લાગુ પડે છે,એમ બધા માને છે!
અહી બધા ,બધા જ નિયમોનું પાલન કરે છે!

 

સમય!! સમયપાલન અમને ગમે છે,
છતાંય,
સમય કોકનો ,કોક ચોરી લે છે,
અહી બધા ,બધા જ નિયમોનું પાલન કરે છે!

 

બાપુ, મુલ્યો ઘણાય ભણીએ છીએ,
અને બુનિયાદીય ભણી ગયા!
પણ,
આજે તમે કહેશો મને,
"સ્વમાન" સાથેની રોજગારી ક્યાં મળે છે?


 

આદર્શ નાગરિક બનવું જ છે મારે,
પણ શું કરું ?
અહી બધા આ રીતે જ બધાજ નિયમોનું પાલન કરે છે!

 


બનવું જ છે...
"આદર્શ" શિક્ષક મારેય "જુગલ"
પણ શું કરું?
સાલા ત્યાંય - પાંચ-દસ પેટી માંગે છે!

 

અહી બધા ,બધા જ નિયમોનું પાલન કરે છે!

#મૂલ્ય

Gujarati Poem by RajNikant PaTel : 111396340
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now