સાથ
કોઇના હાથને સ્પર્શવાનો નથી પણ મનને તો સ્પર્શી શકાય,
એકલા ચાલવાનું છે, પણ કોઈને મનમાં વસાવી બેકલા ચાલી શકાય.
ભવિષ્યમાં સાથે રહેવા હમણાં જરૂરી છે જુદાઇ,
હમણાં સાથે રહેવાની જીદમાં થશે કાયમની જુદાઈ.
નહોતું ધાર્યું, નહોતું વિચાર્યું ,થઈ રહ્યું છે એવું જે માની ના શકાયું,
ઈશ્વર સમોવડિયો થવાનું સ્વપ્ન જોઈને, ઈશ્વર થવામાં ઘણું ગુમાવ્યું.
ચંદ્ર પર ભરી ઉડાન,મંગળ પર આધિપત્ય જમાવ્યું,
લાચાર હવે એવો થયો કે ધરતી પર પણ ના સુખથી રહેવાયું.
પ્રાણીઓને હણ્યા,પક્ષીઓને કેદ કર્યા, જંગલો કાપી રહેઠાણ છીનવ્યા, એ માણસ,
આજે પોતાનાજ જાળમાં ફસાયો છે માણસ,પોતાનાજ ઘરમાં
ઘભરાતા ફરતો જોયો એ માણસ.