#મૂલ્ય
એક મા નો જ પ્રેમ એવો છે જેનું મૂલ્ય આંકી શકાય એમ નથી.આ દુનિયા મા જયારે પણ આપણે એકલા પડી જઈએ, બધા જ આપણો સાથ છોડી જતા રહે ત્યારે એ મા હોય છે જે આપણો હાથ પકડી રાખે છે. મા ના પાલવમાં જે સલામતી અને શાંતિ છે એ ક્યાય નથી.. જિંદગી મા આપણી ભૂલો કાઢવા વાળા ગણા મળે છે પણ આપણી ભૂલ પર પણ પ્રેમથી માથે હાથ ફેરવી શિખામણ આપવા વાળી આપણી મા જ હોય છે.. મા પોતાના જીવ કરતા પણ વધારે પ્રેમ પોતાના બાળકો ને કરે છે. એનો પ્રેમ નિસ્વાર્થ હોય છે. મા નો પ્રેમ અતુલ્ય, અમૂલ્ય અને અનમોલ હોય છે.