motivation àarticl
કોરોના ની ભયંકર બીમારી છે..
નાં કોઈ ટોળા કે જાહેર માં રહો...
બે હાથ જોડી વિનંતી..નમસ્તે કહો..
સહુ પોતપોતાના ઘર માં રહો..
જાણું છું અશક્ય છે આખો દી પુરાઈ રહેવું .
કોરોના ની કોઈ દવા નથી માટે
મન ને મનાવી લેવું ..
થોડા જ સમયમમાં મહામારી હારશે...
માનવતા ની મહેક ફેલાવતા રહો..
બે હાથ જોડી વિનંતી..નમસ્તે કહો..
સહુ પોતપોતાના ઘર માં રહો..
બહાદુરી બતાવવનો વખત નથી આ...
દૂર રહી ભીડ થી સલામત રહો..
ખરાબ સમય ક્યાં કોઈનો રહ્યો છે..ને રહેશે..
ખુદ માટે નાં પણ...પરિવાર માટે તો રહો..
બે હાથ જોડી વિનંતી..નમસ્તે કહો
સહુ પોતપોતાના ઘર માં જ રહો..
નાં ભૂલો સુર્ય નું તેજ છો પરિવાર માટે
અમી ભરેલી આશાનું કિરણ છો પરિવાર માટે...
કઈ નહિ લૂંટાઈ જાય દશ બાર દિવસોમાં..
મળ્યો છે મોખો સાથ રહેવાનો..તો સંગાથ રહો
બે હાથ જોડી વિનંતી...નમસ્તે કહો
સહુ પોતપોતાના ઘર માં જ રહો .
#હસમુખ_મેવાડા_