Prem_222 :
પરિવાર નું મૂલ્ય હવે આપણને કોરોના એ સમજાવ્યું, કારણ,
શ્રીમતી જી કેટલું કામ કરે છે એનું મૂલ્ય હવે સમજાણુ,
માબાપ નું મૂલ્ય તો એને પૂછો જેને બાળપણ માં જ ગુમાવેલા,
બાળક નું મૂલ્ય એને પૂછો કે જેના નસીબમાં નથી,
બહેન નું મૂલ્ય એને પૂછો જેનાં કાંડામાં રાખડી નથી,
સમય નું મૂલ્ય એને પૂછો, જે સેકંડ માટે અકસ્માત થી બચેલા છે,
મારી પાસે સમય નથી એવું કહેવા વાળા આજે સમય નું મૂલ્ય નથી આંકી શકતા.
#મૂલ્ય