એક પિતા ની ડાયરી વંચાઈ ગઈ
મારી દીકરી મારા થી દુર થઇ ગઇ
દીકરો મારું રૂપ છે
તો દીકરી મારું સ્વરૂપ છે
દીકરો મારા હાથ છે
દીકરી મારું હૈયું છે
કન્યાવિદાય વિદાય માં નથી આપતો દીકરી નો હાથ નથી આપતો હું
પરંતુ કન્યાવિદાય માં મારું હૈયું પોતાના થી અલગ કરીને આપુ છું હું
કંકોત્રી મા છેલ્લી વાર પિતા નું નામ વાંચશે
ત્યાર બાદ પતિ નું નામ જ દેખાશે
આ રોપો બગીચા માંથી ઉખડી જશે
ક્યાંક નવા જ બગીચા મા રોપાઈ જશે
જતન કરજો મારી દીકરી નું
ધ્યાન રાખજો મારી દીકરી નું
ભૂલ થાય તો માફ કરજો મારી દીકરી ને
જતન કરજો મારા કાળજા ના ટુકડા નું