Gujarati Quote in Poem by Vijay Parmar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી આ રચનાઓને તું માતૃભારતી ન સમજ.
પ્રત્યેક શબ્દ એ મારા જ વિચાર છે.
મન ને હૃદયના સંબંધથી જન્મેલો આ વિચાર છે.
નકલની નકલ ન સમજ આ,
વર્ષોથી ખૂણે પડેલો આ ભાવ છે.
મંદમંદ મરવા નથી દીધો એને.
રગ રગમાં એ તો હયાત છે.
હવે તો હાથ જીભને પણ શ્વાસ મળયો.
જુઓને કેવું વિચલિત ઘટિત બન્યું!
પણ આ પણ એક નવી શરુઆત થઈ.
હું નથી એવો કે બધુય બધુ લખી નાખું,
પણ લાગ્યું એવું કે લાવને જે ગમે, તે આજ કરી નાખું.
આભાર આ મંચનો કે આ નાતબારાને ,
પોતાની નાત મળી.
તમને મારું આ કાલાઘેલું જેમ સમજાય તેમ,
પણ આને જ તો સાચું વાત્સલ્ય કહ્યું.
પથ્થરપેન, સ્લેટ થી નોટ પેન સુધી ભણતર માટે કોલેજ કરી.
અહીં મારો ઓજલ પૂરો થયો,
હવે મારા અમથા શોખની શરુઆત થઈ.

તા :13/04/2020

વીજભગત

Gujarati Poem by Vijay Parmar : 111395696
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now